મંદિર વિષે

ગુજરાત રાજ્યનાં અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાથી ૧૧ કીમી દુર વલારડી ગામની પાવનભુમી ઉપર જીવમાત્રના કલ્યાણાઅર્થે માં ભગવતીનું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિરનું ક્ષેત્રફળ ૬૦,૦૦૦ ચોરસ ફૂટ તથા ૧,૧૧,૦૦૦ ઘનફૂટ સફેદ આરસ પથ્થરથી સુશોભિત થશે.

આ મંદિર ની પ્રદક્ષીણા પથ ઉપર કલાત્મક નકશીકામથી સુંદર દેખાતા હાથી તેમજ કલાત્મક ઘોડાઓની કૃતિ અને ૬૪ જોગણી માતાજીની દર્શનીય મૂર્તિ રહશે. મુખ્ય મંદિરના ગુઢ મંડપમાં આવતા કોલકાચલા યુક્ત ૫૧ શક્તીપીથની કલાત્મક અને સુંદર મૂર્તિઓ હશે. આ મંદિર માં પ્રવેશતા વિશાળ નુત્ય મંડપ હશે, મંદિરના પટાંગણમાં નક્શીયુક્ત સુશોભિત અને સુંદર વિશાળ પ્રવેશદ્વાર બનશે. આકાશને આંબતી ધજાદંડ સાથે આ મંદિરની ઉંચાઇ ૧૧૩ ફૂટની હશે. સંપૂર્ણ મંદિર સંગે મરમર પત્થરની કલાત્મક કમાનો અને વીરાંગનાઓથી સજ્જ થશે. સંપૂર્ણ મંદિરનું નિર્માણ શીલ્પશાસ્ત્રનાં નિયમોનુસાર દિશા મુજબના નક્ષત્ર, આયગણ વગેરે મેળવી તૈયાર કરવામાં આવશે.

આ મંદિર ની વિશેષતા એ હશે કે સમગ્ર સૃષ્ટી માં રેહતા જીવમાત્ર નું કલ્યાણ કરનારી માં ભગવતી એક જ્યોત સ્વરૂપે અવતરણ થઈને બિરાજમાન થશે. આ મંદિરના નિર્માણ કાર્યમાં દરેક ધર્મપ્રેમી પોતાના નામનો એક ઘનફૂટ પત્થર આપી જગતજનની આદ્યશક્તિ, આ સૃષ્ટિને તારનારી માં પરાઅંબાનાં આવા ભવ્ય મંદિર નિર્માણકાર્યમાં સહભાગી થઇ પુણ્યશાળી બનશો.

પ્રવૃત્તિ

જુઓ

સુવિધા

જુઓ



ચાલો... સૌ સાથે મળીને સંગઠનની શરૂઆત કરીએ

સ્વસ્થ, શાંત, વિચારશીલ સમાજ સાથે સમુદાયની યાત્રામાં જોડાઓ.





Video Gallery
View All
Photo Gallery
View All